ઓગસ્ટ મહિનાના ક્રુષિ કાર્ય (recommended agriculture work for August month)

Jowar

ખેડુતમિત્રો, ઓગસ્ટ મહિનામાં ભલામણ કરેલા ક્રુષિ કાર્ય (recommended agriculture work for august month) નિચે મુજબ છે.

દિવેલા

ભલામણ કરેલ જાતો : જીએયુસીએચ-૧, જીસીએમ-ર, ૪, પ, અને ૬ વાવેતર માટે વાવણી લાયક વરસાદ થયે કરવું. બીયારણનો દર ૫ થી ૬ (કિ.ગ્રા./ હે.) અને વાવણીનું અંતર પિયત માટે ૧ર૦-૧૫૦ x ૪૫-૬૦ સે.મી. તેમ જ બીજુ પિયત ૯૦૪૪૫ સે.મી. રાખવું. રાસાયણિક ખાતર પિયત માટે ૭૫+૫૦+૦ અને બીન પિયત માટે ૪૦+૪૦+૦ આપવું.

મકાઈ

કયારીમાં વાવેતર માટે તૈયાર કરવા

ભલામણ કરેલ જાતો : જીએમ-૧, ૨, ૪, ૬ – નર્મદામોતી, શંકર, જાતો, ગંગા સફેદ-૧ અને શક્તિમાન જેનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે કરવું. ર૦ થી રપ (કિ.ગ્રા./ હે.) બીયારણનો દર રાખવો.

શંકર જાત : ૭૫૪ર૦ અને અન્ય જાતો માટે ૬૦૪ર૦ સે.મી. અંતરે ૧૫ ગાડા છાણિયું ખાતર ઉપરાંત ૧૦૦+૫૦+૦ શંકર જાત ૬૦+૪૦+૦ અન્ય જાતો માટે આપવું.

તમાકુ

ભલામણ કરેલ જાતો : કોરાટ, આણંદ-૧૧૯, જીટી-પ, ૯, અને જીટીએચ-૧, વાવેતર ઓગષ્ટના ત્રીજા અઠવાડીયાથી સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડીયા સુધી કરવું. જેનો બીયારણનો દર ૫.૦ (હેક્ટર વિસ્તારમાં ઘરૂવાડીયું કરવા માટે) વાવણી અંતર જીટીએચ-૧-૧૦૫૪ ૯૦ સે.મી. તથા અન્ય જાતો માટે ૯૦૪૭૫ સે.મી. રાખવું.

જયારે ધરૂવાડીયામાં ધરૂ યોગ્ય રીતે પ્રસ્થાપિત થઇ ગયા બાદ ભેજ સંગ્રહ કરવા નિંદામણ કાર્ય કરી નિંદણોને દૂર કરવા.

તલ

જાત : પૂર્વા-૧ (અર્ધ શિયાળુ) વાવણીનો સમય ૧૫ ઓગષ્ટ થી ૧૫ સપ્ટેમ્બર, બીયારણનો દર ૨.૫ થી ૩ (કિ.ગ્રા./ હે.) રાખવો. વાવણીનું અંતર ૬૦૪૧૦-૧૫ સે.મી. રાખવું. જેમાં ૧૦ ગાડા છાણિયું ખાતર ઉપરાંત ૧ર.પ+૧ર.પ+૦ રાસાયણિક ખાતર આપવું.

જુવાર

ડુંડાની કળવાની અવસ્થાએ રોગ જોવા મળે તો કુલ અવસ્થા દરમ્યાન ઝાયરમ અથવા મેન્ડોઝેમ ૧ કિ.ગ્રામ/હેિકટર પ્રમાણે પાકની પ૦% કુલ અવસ્થા બે છંટકાવ કરવા તથા જરૂર જણાયે અઠવાડિયા બાદ બીજો છંટકાવ આપવો.

પશુપાલન

  • જયારે ભેંસના વર્તનમાં ર૪ કલાક સુધી ગરમી જણાય ત્યારે કુત્રિમ વિર્યદાન અપનાવવું. કુત્રિમ વિર્યદાન સવારે અથવા સાંજના સમયે કરવું. જ બચ્ચાના જન્મ બાદ બચ્ચનાને અડધા કલાકની અંદર જ ખીરૂ પીવડાવવું ખૂબ જ જરૂરી છે. જન્મબાદ સતત ચાર દિવસ સુધી ૩ થી ૪ લિટર દરરોજ પ્રમાણે ૩ સરખા ભાગમા ખીરૂ આપવું.
  • ૪ થી ૮ મહિનાના વાછરડાને લાગતા બ્રુસેલોસીસ નામના રોગનો અટકાવ કરવા માટે બ્રુસેલા કોટન-૧૯ સ્ટેનનું વેકસીન આપવું.
  • ઓગષ્ટ માસથી પશુમાં વિયાણ થવાનું શરૂ થાય છે.
  • ગાય-ભેંસના વિયાણની ૩૦ મિનીટ બાદ તેના બચ્ચાને કરાઠું (ખીરૂ) પીવડાવવાનો અવશ્ય આગ્રહ રાખવો. કરાઠામાં (ખીરૂમાં) પ્રોટીન પ્રજીવકો અને મીનરલનું પ્રમાણ ખૂબજ વધારે છે. જેથી પોષણની દ્રષ્ટિએ બચ્ચા માટે ખૂબજ ઉપયોગી બને છે.
  • ગાય-ભેંસ ખેતરમાં આવે એટલે સમયસર કૃત્રિમ બીજદાન કરાવવું.
  • પશુનું દોહન કાર્ય પ થી ૭ મિનિટમાં થઇ જવું જોઇએ કારણ કે પશુમાં પાનો મુકવાની પ્રક્રિયા ઓકસીટોસીન નામના અંતઃસ્ત્રાવથી થાય છે અને આ સ્ત્રાવની અસર પ થી ૭ મિનિટ સુધી જ રહે છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.