એપ્રિલ મહિના માટે ભલામણ કરેલ ક્રુષિ કાર્ય

ઉનાળુ બાજરી

ઉનાળુ બાજરીમાં દૂધીયા દાણા ખાતી લીલી ઇયળના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (અર્ક) અથવા બેસીલસ થુરીન ઝીન્સીસ નામના જીવાણુનો પાવડર ૧પ ગ્રામ અથવા બુવેરીયા બેસીયાના નામની કુગનો પાવડર ૪૦ ગ્રામ અથવા ન્યુકિલયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે ડ્રડા પર પડે તે રીતે છંટકાવ – કરવો અને શકય હોય તો પાકને – પિયત આપવું. વધારે ઉપદ્રવ જણાય ત્યારે કિવનાલફોસ રપ ઇસી ર૦ મિ.લિ. અથવા ફેનવાલરેટ ર૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો અને લણણી અને છંટકાવ વચ્ચે પુરતો ગાળો રાખવો. ઉનાળુ બાજરીમાં પક્ષીઓથી ખૂબ જ નુકસાન થતુ હોય છે. તેને રોકવા ચળકતી પટ્ટી બાંધવી અને પક્ષીઓને ઉડાડતા રહેવું.

ઉનાળુ મગફળી

ઉનાળુ મગફળીમાં લીલી ઈયળ તેમજ પાનખાનારી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ બંને જીવાતના ફેરોમેન ટ્રેપ સહકારી ધોરણે બધા – જ ખેડૂતોએ મુકવા જોઇએ. આ જીવાતનીઇયળો જોવા મળે કે તરત જ બાજરીમાં લીલી ઇયળમાં દર્શાવેલ પગલા લેવા ઉપરાંત કિવનાલફોસ રપ ઇસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી તેમાં લીંબોળીનું તેલ ૧૦ મિ.લિ. નાખી બરાબર મિશ્ર કરી તેનો છંટકાવ કરવા. મોલો, તડતડીયા, થ્રિપ્સ જેવી રસ ચૂસનારી જીવાતના આક્રમણની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજ પ૦૦ ગ્રામ (અર્ક) અથવા વટ સીલીયમ લેકાની નામની કુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છટકાવ કરવો અને શકય હોય તો હલકુ પિયત આપવું. ઉપદ્રવ વધતો જણાય ત્યારે ડાયમીથોએટ ૩૦ ઇસી અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.

પાનકથીરીનાં ઉપદ્રવને ધ્યાનમાં લઇ મિથાઇલ-ઓ-ડીમેટોન રપ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોમિટોન પo ઇસી ૧૦ મિ.લિ. અથવા ડાયકોફોલ ૧૮.પ ઇસી ર૦ મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર ર૦ ગ્રામ અથવા ફેનાઝાકિવન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મધ્ય અને ઉતર ગુજરાત વિસ્તારમાં ઉધઇના નિયંત્રણ માટે ખેતરમાં જોવા મળતા સૂકા છોડ એકત્ર કરી નાશ કરવો. કલોરપાયરીફોસ ર૦ ઇસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી આ પ્રવાહી મિશ્રણ પંપમાંથી નોઝલ કાઢી લઇ મૂળ વિસ્તારમાં જાય તે રીતે રેડવુ અથવા આ દવા ર.પ લિટર ૪ થી પ તગારા રેતીમાં ભેળવી ચાસની બાજુમાં પૂંકવી અને ત્યારબાદ હલકુ પિયત આપવું.

તલ

તલમાં મોલોના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ અર્ક અથવા વટીંસીલીયમ લેકાની નામની કુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. ઉપદ્રવ વધારે હોય તો ડાયિ મથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ઇમિડકિલોપીડ ૧૭.૮ એસએલ 4 મિ.લી. અથવા  થાયોમેથોકઝામ રપ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ઉનાળુ ડાંગર

ગાભમારાની ઇયળનો ઉપદ્રવ થતો હોય તેવા વિસ્તારમાં ડાંગરની કયારીમાંથી પાણી નિતાર્યા બાદ કાર્બોફયુરાન ૩ ટકા (૩૦ કિ./હે.) અથવા કાર્ટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ ટકા (રપ કિ./હે.) ની માવજત આપવાથી ગાભમારાની ઇયળ તેમજ છોડના ચૂસિયાનું સારૂ નિયંત્રણ મળે છે. પાનવાળનારી ઇયળના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (અર્ક) અથવા બેસીલસ થુરીનઝીન્સીસનો પાવડર ૧૦ ગ્રામ અથવા બુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છટકાવ કરવો. જો આ જીવાતનો ઉપદ્રવ વધારે જણાય  તો કાર્ટેપ હાઇડ્રોકલોરાઇડ પ૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા ફેનપ્રોપેથીન ૩૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કઠોળ પાકો

મગ અને ચોળામાં પાકની શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો મોલોમશી, તડતડીયા, થ્રીપ્સ તેમજ પાછળની અવસ્થાએ શીંગો કોરી ખાનાર ઇયળોથી નુકસાન થતુ જોવા મળે છે. ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન રપ ઇસી ૧૦ મિ.લિ. – અથવા ફોસ્ફામિડોન 40 ઇસી 10 મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. શીંગો  કોરીખાનાર ઇયળોના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (અર્ક) અથવા કિવનાલફોસ રપ ઇસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મગમાં પાક ઉગતાની સાથે જ થ્રીપ્સનો ઉપદ્રવ જણાય આવે છે અને તેમાં સાથે સાથે મોલો પણ જોવા મળતી હોય છે. જેથી તેના નિયંત્રણ માટે તલમાં દર્શાવેલ પગલા લેવા.

રીંગણ

રીંગણીમાં ચૂસિયાં પ્રકારની જીવાતો મોલો, તડતડીયા અને પાનકથીરીના ઉપદ્રવના જણાય તો શોષક પ્રકારની દવા ડાયમીથોએટ કે મિથાઇલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ભીંડા અને રીંગણમાં પાનકથીરીના અસરકારક નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૮.પ ઇસી ર૦ – મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર 25 ગ્રામ અથવા ઇથીઓન પo ઇસી ર૦ મિ.લી. અથવા ફેનાઝાકિવન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ભીંડા

ભીંડાના પાકમાં શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે તડતડીયા અને મોલોમશી તેમજ પાનકથીરીનો ઉપદ્રવ જોવા મળે છે. ભીંડાના બીજને ઇમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૭.૫ ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ૪.૫ ગ્રામ દવાનો પટ આપી વાવણી કરવી. ઉભા પાકમાં મોલો કે તડતડિયાનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (અર્ક) અથવા વર્ટીસોલીયમ લેકાની નામની કુગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા (૦.૧પ ઇસી) ૪૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં છંટકાવ કરવો. ડૂખ અને ફળ કોરનારી ઈયળના નિયંત્રણ માટે નર કુંદાની વસ્તી ઘટાડવા વીઘા દીઠ ૧૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ (અર્ક) અથવા લીંબોળીનું તેલ ૪૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. કાર્ટેપ હાઇડ્રોકલોરાઇડ પ૦ ટકા વે..પા. – – ર૦ ગ્રામ અથવા મેલાથીઓન પ૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ચૂસિયાં પ્રકારની જીવાતો અને કાબરી – ઇયળનું પણ નિયંત્રણ મળે છે. રાસાયણિક દવાના છંટકાવ પહેલા ભીંડા ઉતારી લેવા અને છંટકાવ બાદ પુરતો સમય જાળવી બીજો છંટકાવ કરવો.

વેલાવાળા શાકભાજી

વેલાવાળા શાકભાજીમાં ચૂસિયાં પ્રકારની જીવાતો મોલો, થીપ્સ કે કથીરીનો ઉપદ્રવ જોવા મળે તો, રીંગણીમાં જણાવ્યા પ્રમાણે નિયંત્રણના પગલાં લેવા. આ ઉપરાંત ફળમાખીનો ખૂબ જ ઉપદ્રવ રહેતો હોય છે જે માટે પ૦૦ ગ્રામ ગોળ ૧૦ લિટર પાણીમાં ઓગાળી બીજા દિવસે તેમાં મેલાથીઓન પ૦ ઇસી ૧૦ મિ.લિ. ભેળવીને કુલ આવ્યા બાદ મોટા ફોરા રૂપે વેલા પર છાંટવું. ફળમાખીના પુખ્યતને આકર્ષવા કયુલ્સયુર ટ્રેપ હેકટરે ૧૬ ની સંખ્યામાં મૂકવા. ફળ બેસવાની શરૂઆત થાય ત્યારે કયુલ્યુરની પ્લાયવુડ ધરાવતા ટ્રેપ હેકટરે ૧૬ લેખે સરખા અંતરે ગોઠવવા. વાડીની ચોખ્ખાઇ રાખવી અને સડેલા તથા ખરી પડેલા કુલોનો ભેગા કરી યોગ્ય રીતે નાશ કરવો.

શેરડી

શેરડીમાં સાંઠા કોરી ખાનાર ઇયળોનાં નિયંત્રણ માટે રોપણી બાદ ૧૩પ અને ૧૫૦ દિવસે વેધકોના ઇંડાની પરજીવી ટ્રાયકોગ્રામા હેકટર દીઠ ૪૦,૦૦૦ એટલે કે બે ટ્રાયકોકાર્ડ મુકવા. તેમજ રોપણી બાદ ૧૫૦ દિવસે પાળા ચડાવતી વખતે કાર્બોફયુરાન ૩ ટકા (૩૦ કિ./હે.) અથવા ફોરેટ ૧૦ ટકા (૧૦ કિ./હે.) જમીનમાં આપવી. ચૂસિયાં પ્રકારની જીવાત કુદકુદીયાના નિયંત્રણ માટે તેના બાહ્ય પરોપજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકા સામાન્ય રીતે એક હેકટર વિસ્તારમાં એક લાખ ઇંડા (ઇંડાના રપ૦ સમૂહ) અને બે હજાર કોશેટાઓ ખેતરમાં છોડવા.

જયાં એપીરીકેનીયા છોડવામાં આવેલ હોય ત્યાં કીટકનાશક દવાનો છંટકાવ કરવો નહિ. (v/ શ રડી ના ખે તર કે , , આજુબાજુમાં પાણી ભરાઇ ન રહે તેની કાળજી લેવાથી સફેદમાખીના ઉપદ્રવનો ઓછો કરી શકાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.