ચોમાસાના વાવણી પછીના ખેત કાર્ય


Plowingખેડુતમિત્રો, તમે ચોમાસામાં જલ્દી વાવનાના પાક જેવા કે તલ, મગફળી, મકાઈ, બાજરી, જુવાર વગેરેની વાવણી કરી લીધી હશે અને આ પાક અત્યારે 3 થી 4 અઠવાડીયાના થઇ ગયા હશે. આની સાથે સાથે તમે મોડા વાવવાના પાક જેવા કે ડાંગર, દિવેલા, ગુવાર વિગેરેની વાવણીની તૈયારી પણ ચાલી રહી હશે.

ચોમાસાના પાકોને નડ઼તો સહુથી મોટો પ્રશ્ન નિંદામણનો છે જે આ મોસમમાં બહુજ થાય છે. નિંદામણ જ્મીનમાંથી પોષક તત્વો ખેંચીને પાકને નબળો બનાવે છે અને સાથે સાથે ઘણા બધા રોગની જીવાતોને આષ્રય પણ આપે છે. આ મોસમમાં નિંદામણને અટકાવવો ખુબજ જરૂરી છે અને શેઢાપાળા ચોખ્ખા રાખવા ખુબ જરૂરી છે. ખેતરમાં પાણીનો ભરાવો થતો હોય તો નિકાલ કરવો.

આ સમયે જુદા જુદા પાકમાં શું કરવું જોઇએ એ હવે આપણે જાણીયે.

તલ

પાક 10-12 દિવસનો થાય ત્યારે પારવણી કરવી અને એક જ્ગ્યા પર એકજ તંદુરસ્ત છોડ રાખવો અને સાથે સાથે ખાલા પુરવા જેથી કરીને ખેતરમાં પુરતા છોડની સંખ્યા જળવાઈ રહે. પાક જ્યારે 4-6 અઠવાડિયાનો થાય તો પુરતું ખાતર (યુરિયા) આપવું.

મગફળી

શરુઆતના 40-45 દિવસ પાકને નિંદામણ મુક્ત રાખવા માટે કરબડી ફેરવવી અથવા હાથથી નિંદામણ કાઢવું. વાવણી પહેલા બિયારણને દવાનો પટ આપ્યો હોય તો જ્મીનજ્ન્ય રોગ ઓછા થાય છે નહિંતર મુળનો સુકારો તેમજ નબળા છોડ વધારે જોવા મળે છે. જો આવું જોવા મળે તો નબળા અને રોગીષ્ટ છોડને કાઢીને નાશ કરવો. જો મગફ્ળીનું આગોતરું વાવેતર કરેલ હોય તો પાકમાં ફુલ અને સુયા બેસવાની અવસ્થાએ કરબડી ચલાવવીને છોડની આજુબાજુ માટી ચઢાવવી જેથી સુયા જમીનમાં સારી રીતે બેસે.

મકાઇ

પાક 10-15 દિવસનો થાય ત્યારે પારવણી કરવી અને એક જ્ગ્યા પર એકજ તંદુરસ્ત છોડ રાખવો અને સાથે સાથે ખાલા પુરવા. પાકને 30 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો અને તે પછી યુરિયા ખાતરનો પહેલો હપ્તો આપવો.

જુવાર

પારવણી કરી નબળા અને રોગીષ્ટ છોડને કાઢીને નાશ કરો. પાક 10-15 દિવસનો થાય પછી છોડની ભુંગળીમાં એન્ડોસલ્ફાન દવાના 3-4 દાણા નાખવા જેથી ઇયળો મટી જાય. પાક 20-15 દિવનો થાય ત્યારે યુરિયા ખાતર ઓરણીથી ઓરવો. પાકને 30 દિવસ સુધી નિંદામણ મુક્ત :રાખવો.

બાજરી

પાક 10-12 દિવસનો થાય ત્યારે પારવણી કરવી અને એક જ્ગ્યા પર એકજ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડ કાઢી નાખવા. 30 દિવસ સુધી કરબડી અથવા હાથ નિંદામણ કરવું. પુરતી ખાતર (યુરિયા) નો પહેલો હપ્તો પાક 20-25 દિવસનો થાય ત્યારે અને બીજો હપ્તો ફુલ બેસે ત્યારે આપવો.

ડાંગર

નર્સરીમાં રોપાણ ડાંગરના ધરૂ તૈયાર થઇ ગયા હોય તો ખેતરમાં ડાંગરની રોપવાની તૈયારી કરવી. તે માટે ખેતરમાં સારી રીતે પાણી આપવું. રોપવા પહેલા ધરૂની ઉપરની ટોચ કાપી યોગ્ય અંતરે સીધી ચાસમાં ડોરી મુકી રોપાણ કરવું. નિંદામણ અટકાવવા માટે બુટાક્લોર નામની દવા પાણીમાં ઓગાળીને ઉપયોગ કરવો.

લેખક

ડો. એસ. એન. ગોયલ

મુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.