ડુંગળીના પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ (pest control in Onion)

onionડુંગળી એ ગુજરાતના ખેડુતો માટે એક મહત્વનો પાક છે. ડુંગળીના પાકમાં વિવિધ રોગો અને જીવાતના નિયંત્રણ માટે (pest control in onion) ખેડુતમિત્રોએ નિચે જણાવેલા પગલા લેવા જોઇએ.

જીવાત નિયંત્રણ

થ્રીપ્સ વધારેમાં વધારે ઉપદ્રવ ફેબ્રુઆરીના મધ્યથી માર્ચની શરૂઆતના પખવાડીયામાં હોય છે. વાતાવરણમાં ગરમાવો વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધે છે. પાકમાં નિયમિત સમયાંતરે પિયત આપતા રહેવું. બે પિયત વચ્ચે લાંબો ગાળો રહે તો જીવાતનો ઉપદ્રવ વધવાની શકયતા વધે છે. થ્રીસથી પાનમાથી રસ ચૂસે છે. શરૂઆતમાં થ્રીપ્સની વૃદ્ધિ નીંદણ પર થાય છે પછી તે છોડ પર હુમલો કરે છે માટે ખેતર ને નીંદણ મુકત રાખવું. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ 5SC (રિજેટ, રેબીડ, ફેકસ) (030ml/15Ltr પાણી અથવા ઇમિડાકલોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) (0)15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.

કળીની માખી

ગુજરાત રાજયમાં તેનો ઉપદ્રવ નહિવત હોય છે. આ ઇયળો જમીનમાં રહેલી ડુંગળીની કળીના અંદરના ભાગમાં કાણું પાડી નુકસાન કરે છે. પરિણામે છોડ મુરજાયેલો દેખાય છે અને પીળો પડી જાય છે. ઘણીવાર તેના નુકસાન થી 8 થી 10 ટકા છોડ સુકાઈ જાય છે. જીવાત ઘણીવાર ડુંગળીના દડામાં પણ રહે છે. જીવાત ઘણીવાર ડુંગળીના સંગ્રહ કરવામાં આવે છે ત્યારે પણ તેના નુકસાન થી ડુંગળી સડી જાય છે. આમ જીવાતનો ઉપદ્રવ ખેતરમાં થાય છે અને ત્યારબાદ ડુંગળીના સંગ્રહ વખતે પણ નુકસાન કરે છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રજટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક લોપરીડ80WG (લેસેટા)/ એકર/250Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

પાન કથીરી

પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનોઝાકવીન 10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) (0.25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેિરો)/15 Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC (ઓબેરોન) (0)18ml/15Ltr પાણી અથવા એસિફેટ 50% + ઇમિડાકલોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) (050gm/15Ltr પાણી અથવા ફલોકેમિડ (ઉલાલા) (06ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

રોગ નિયંત્રણ

જાંબલી ધાબા

આ રોગને લીધે પાન ઉપર ત્રાક આકારના લાંબા રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતાં ડાઘા પડે છે અને આવા ડાઘાનો આજુબાજુનો ભાગ જાંબલી રાખોડી થઈ જાય છે. પુષ્પદંડ ડાઘો પાસેથી જમીન તરફ નમી પડે છે, આને લીધે બીજ ઉત્પાદન માં ઘણું જ નુકસાન થાય છે. થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે. નિયંત્રણ માટે બાઇટરલેટોન 25WP (બાયકોર) (030ગ્રામ/15 લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) (Q30ml/15Ltr પાણી અથવા ટેબૂકાનાઝોલ 250EC(ફોલિકુર, ટોર્ક) (Q15ml/15Ltr પાણી અથવા કાર્બડાઝીમ 12%+ મૅકોઝેબ63WP (સાફ કોમ્બીપ્લસ, ડેલમિકસ) (Q30gm/15Ltr પાણી મુજબ છાંટો.

ભૂકીછારો

આ રોગમાં પાન પર સફેદ છારી જોવા મળે છે. આગોતરા નિયંત્રણ માટે પાન ઉપર ઝાકળ હોય ત્યારે ગંધકની ભૂકી (0)10kg/એકર મુજબ છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) (030ગ્રામ/15 લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) (030ml/15Ltr પાણી અથવા ટેબૂકાનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)(Q15ml/15Ltr પાણી અથવા કાર્બડોઝીમ12%+મૅકોઝેબ63WP (સાફ કોમ્બીપ્લસ, ડેલમિકસ) (030gm/15Ltr પાણી મુજબ છાંટો.

કાંદાનો સડો

મૂળનો ગુલાબી સડો ફયુઝેરિયમ નામની ફૂગથી છે. રોગકારકનો ચેપ મૂળ દ્વારા લાગે છે. નબળા અને ઇજાગ્રસ્ત મૂળમાં રોગનો ચેપ વધુ લાગે છે. તેથી મૂળ સડી જાય છે. કંદમાં પણ ચેપ લાગે છે તેથી મૂળ સડી જાય છે. નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી. ઉનાળામાં જમીન ખેડી તપાવવી. ઇજાગ્રસ્ત કે રોગીસ્ટ કંદનો વાવેતર માટે ઉપયોગ ના કરવો. નિયમિત પિયત આપવું નિયંત્રણ માટે 500gm કોપરઓકિસકલોરાઈડ 50WP (બ્લ કોપર, બ્લાઇટોક્ષ) + 150gmકાર્બનડેઝીમ/એકર મુજબ પિયત સાથે આપો.

પોચો સડો

આ રોગ સ્યુડોમોનાસ નામના જીવાણુથી થાય છે. ડુંગળીનો પોચો સડો ઊભા પાકમાં તથા સંગ્રહ દરમ્યાન જોવા મળે છે. આવા રોગીષ્ટ કાંદાઓને દબાવતા તેમાથી ચીકણું, ગંધાતી વાંસ વાળું પ્રવાહી નીકળે છે. નિયંત્રણ માટે કાપણી થડ સુકાયા બાદ જ કરવી. કાંદાનો સંગ્રહ નીચા તાપમાને (25 ડ:િગ્રી સેલ્સિયસ તાપમાને) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.

દડાની કાળી ફૂગ

કાળી ફૂગ સંગ્રહ દરમિયાન કાંદા ના ફોતરાં વચ્ચે કાળી ભૂકી સ્વરૂપે જોવા મળે છે. નિયંત્રણ માટે કંદ ઉપાડતી વખતે તેને ઇજા ન થાય એની કાળજી રાખવી. કાંદાનો સંગ્રહ નીચા તાપમાને (25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.

સંદ્રર્ભ: નવસારી ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

6 thoughts on “ડુંગળીના પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ (pest control in Onion)”

  1. me vela vada sakbaji”Galka”vavya se te ma ‘nar ful’ vadhu. lage se to ‘mada’ ful ‘vadharva su karvu tena mate koi “hormons” api sakay?!

  2. Jo dungari no sangarah karva mate chela 15 divas pela ubha paak ma kai dava chatvi jethi dungari kota (uge)nai ane sade ochi

Comments are closed.