ઘઉંના પાકમાં જીવાત અને રોગોનું નિયંત્રણ (Insect and Disease control in wheat)

જો ઘંઉના (wheat) પાકમાં જીવાત અને રોગોનું સમયસર નિયંત્રણ ના કરવામાં આવે થઈ ખેડૂતોને ઘણું નુકસાન થઇ શકે છે. ઘંઉમાં (wheat) થતા રોગ જેવાકે સુકારો અને ઉધઈ જેવી જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો।

લશ્કરી ઈયળ

  • ઈયળો રાત્રે નુકસાન કરતી હોવાથી દિવસ દરમ્યાન ખેતરમાં કચરા કે ઘાસની નીચે સંતાઈ રહેતી હોય છે. આથી સાંજના સમયે ખતરમાં ઘાસની નાની ઢગલીઓ કરવી. આવી ઘાસની ઢગલીઓ નીચેથી ઈયળો વણી લઈ સવારે ભેગી કરીને નાશ કરવો. સમયાંતરે આ પદ્ધતિ ચાલુ રાખવાથી મોટા પ્રમાણમાં ઈયળોનો નાશ કરી શકાય છે. 
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા બેસિલસ યુરીજીન્સીસ ૧૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. 
  • વધુ ઉપદ્રવ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરી શકાય.

ઊધઈ

  • પિયત જરૂરિયાત મુજબ સમયસર આવવું. વધારે પડતુ પિયત ખેંચાઈ ન જાય તેની કાળજી રાખવી.
  • ઘઉંના ઊભા પાકમાં ઊધઈનો ઉપદ્રવ શરુ થતો જણાય તો તૂરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફિપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી ઘઉંના ઊભા પાકમાં પૂંખવી અને ત્યાર બાદ પાકને હળવું પિયત આપવું અથવા આ કીટનાશકનો જથ્થો પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેકટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.

પાનનો સૂકારો

રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

ગેરૂ

રોગની શરૂઆત થાય ત્યારથી મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.


સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.