રાઈમાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Mustard)

ખેડૂતમિત્રો રાઈના (mustard) પાકમાં રોગ અને જીવાતનું અસરકારક નિયંત્રણ કરવું જરૂરી છે. રાઈના(mustard) પાકમાં થતા વિવિધ રોગ અને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો.

મોલો

લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસિટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા ચાન્ટાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

ભૂકી છારો 

આ રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦વે.પા. ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઈસી ૫ મિ.લિ. અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈસી ૨ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

સફેદ ગેરૂ

રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ વેપા ર૭ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૩ર વેપા ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.